NobleBlocks

Research indexJournal article

ભરતમ બળમજર : કરણ, અસર અન ઉપય

જાગાણી

Towards Excellence30 Jun 2022Open access

NobleIDark:/48914/w1/20260525/0301E2FEDOI10.37867/te140221

Free to read at the publisher

You can read the abstract here, or the full text at the publisher.

Read at the publisher

Abstract

યુનિસેફ, 2020 ના અહેવાલ અનુસાર સમગ્ર વિશ્વમાં અંદાજીત 15.20 કરોડ બાળમજૂરો છે. જેમાં 8.8 કરોડ છોકરાઓ અને 6.4 કરોડ છોકરીઓનો સમાવેશ થાય છે. એટલે કે વિશ્વમાં દર 10 બાળકોમાંથી 1 બાળક બાળમજૂર છે. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 5 થી 14 વર્ષની વયજૂથના બાળકોની કુલ વસ્તી 259.6 મિલિયન છે. આમાંથી કુલ બાળ વસ્તીના 10.1 મિલિયન, 3.9 ટકા બાળકો બાળમજૂર છે.બાળમજૂરી એ બાળકોના અધિકારોની શ્રેણીના ઉલ્લંઘનની નકકર અભિવ્યક્તિ કરે છે. તેને ભારતમાં અત્યંત ગંભીર અને જટિલ સામાજિક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. બાળમજૂરનો મુદ્દો માનવ અધિકાર, શૈક્ષણિક વિકાસ, આંતરરાષ્ટ્રીય સંબંધ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલો છે. બાળમજૂરીમાં એવા કામોનો સમાવેશ થાય છે કે જે બાળકો કામ કરવા માટે ખૂબ નાના હોય છે. જે તેમની પ્રકૃતિ અથવા સંજોગો દ્વારા બાળકોના સ્વાસ્થ્ય, સલામતી અથવા નૈતિકતાને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. વધુમાં, તકનીકી દ્રષ્ટિએ બાળમજૂરીમાં બાળકો દ્વારા કોઇપણ પ્રકારના રોજગારમાં કરવામાં આવતા કામનો સમાવેશ થાય છે. બાળમજૂરી અંગેના અપૂરતા કાયદા અને તેનું નબળું અમલીકરણ બાળમજૂરી માટે જવાબદાર છે. બાળમજૂરી બાળકને તેમના શિક્ષણના અધિકારથી વંચિત કરે છે અને ગરીબીના આંતરપેઢીના ચક્રને મજબૂત બનાવે છે. બાળમજૂરીમાં બાળકોનું વિવિધ રીતે શોષણનો ભોગ બનવાનો ખતરો પણ રહેલો છે. જેમ કે, શારીરિક શોષણ, જાતિય શોષણ અને બાળ અશ્લિલતા. બાળમજૂરીને બહુવિધ દ્રષ્ટિકોણના માધ્યમથી રોકી શકાય છે. બાળમજૂરી એ એક સમાન શ્રેણી નથી. તેથી બાળમજૂરીને દૂર કરવાનો અભિગમ બહુવિધ, બહુપરિમાણીય હોવો જરૂરી છે. જેમાં બહુવિધ હિસ્સેદારો અને સામાજિક ભાગીદારીનો સમાવેશ થાય છે અને તે પણ સંકલિત અને આંતરક્ષેત્રીય ભાગીદારી સાથે.

Discussion

Citations

Topics

More

Suggest a correction or report