Research indexJournal article
વયવસયક તલમ થક મહલઓન સશકતકરણ એક અભયસ (વલસડ જલલન સદરભમ)
Konkani, Patel
Towards Excellence31 Dec 2022Open access
વયવસયક તલમ થક મહલઓન સશકતકરણ એક અભયસ (વલસડ જલલન સદરભમ)
Konkani, Patel · Towards Excellence · 2022
Free to read at the publisher
You can read the abstract here, or the full text at the publisher.
Abstract
દેશ આઝાદ થયા પછી ભારતીય સમાજ પરિવર્તનના અનેક વહેણોમાંથી પસાર થઈ રહ્યો છે. આ પરિવર્તન દરેક સમાજમાં ઓછાવત્તા પ્રમાણમાં થઈ રહ્યું છે, પણ તેની વધુ અસર ભારતીય મહિલાઓ પર થઈ છે. સમાજમાં મહિલાઓનું સ્થાન ઊંચું લાવવા માટે સરકારે ઘણા પગલાં હાથ લીધા છે. આજે મહિલાઓમાં શિક્ષણ અને રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમ કે એન્જિનયર, વૈજ્ઞાનિક, ડૉક્ટર, વહીવટી અધિકારી,વિમાન ચાલક જેવા ઉચ્ચ સ્થાનો પુરુષ માટે જ મર્યાદિત હતા. પરંતુ આજે મહિલાઓ સારીરીતે કામ કરી રહ્યા છે. આપણા દેશના વિકાસ અને આયોજનમાં મહિલાઓ કેન્દ્ર સ્થાને છે. આપણા દેશમાં કાયદાકીય રીતે જોવા જઈએ તો પુરુષો અને મહિલાઓને સમાન દરજ્જો આપવામાં આવેલો છે. પરંતુ વાસ્તવિકતામાં જોવા જઈએ તો મહિલાઓ આર્થિક તથા સામાજિક રીતે પછાત છે. આ માટેનું મુખ્ય કારણ ગરીબાઈ છે. ઉપરાંત ઓછી આવક, શિક્ષણનું ઓછું પ્રમાણ, નીચું વેતનદર, કુપોષણ, આરોગ્યનું નીચું સ્તર, ઘરગથ્થું ઝઘડા જેવા કારણો જવાબદાર છે, તેથી મહિલાઓનો આર્થિક તથા સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવવાની અત્યંત આવશ્યક્તાઓ છે.