NobleBlocks

Research indexJournal article

જઞનપઠ પરસકર વજત પનનલલ પટલકત નવલકથ ‘મનવન ભવઈ’મ નરપત ભરતય સમજ

Mavjibhai, Zaveri

Vidhyayana10 Apr 2024Open access

NobleIDark:/48914/w1/20261105/27F781F0DOI10.58213/psbb7h03

Abstract

ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના વિરાટ વટવૃક્ષને વૈચારિક તેમજ સર્જનાત્મક રીતે અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને સુરભિત કરવામાં ‘ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા’નો ફાળો અજોડ અને અમૂલ્ય રહ્યો છે. આ પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થાની સ્થાપના દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ સ્વ. સાહુ શાંતિપ્રસાદ જૈન દ્વારા ૧૮ ફેબ્રુઆરી, ૧૯૪૪ના રોજ વારાણસી ખાતે કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૪૪માં વારાણસીમાં યોજાયેલ ‘અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદ’ના અધિવેશન દરમિયાન જ્યારે દેશભરના મૂર્ધન્ય વિદ્વાનો એકત્રિત થયા, ત્યારે ભારતની પ્રાચ્યવિદ્યાની વિવિધ જ્ઞાનશાખાઓમાં સંશોધન, સંપાદન, ભાષાંતર, સંગ્રહ અને પ્રકાશનના કાર્યો રાષ્ટ્રીય સ્તરે વેગવંત બને તે હેતુથી એક કેન્દ્રિય સંસ્થાની સ્થાપના પર વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ અને એક ચોક્કસ યોજનાની રૂપરેખા તૈયાર કરાઈ. આ ભગીરથ પ્રયાસોના પરિણામ સ્વરૂપે ‘ભારતીય જ્ઞાનપીઠ’ સંસ્થા અસ્તિત્વમાં આવી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય ગ્રંથોનું ઊંડાણપૂર્વક સંશોધન-સંપાદન કરી તેને પ્રકાશિત કરવાનો તેમજ સમકાલીન ભારતીય ભાષાઓના મૌલિક અને સર્જનાત્મક વાડ્મયને પ્રોત્સાહન આપી લોકભોગ્ય બનાવવાનો છે. સ્વ. સાહુ શાંતિપ્રસાદ જૈનના વિદૂષી પત્ની સ્વ. રમા જૈન આ ઉમદા સાહિત્યિક સેવામાં સહયોગ આપવાની ઉદાત્ત ભાવનાથી જ્ઞાનપીઠના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા, અને તેઓ ઈ.સ. ૧૯૭૫ સુધી આ ગૌરવપૂર્ણ પદ પર રહીને સંસ્થાના વિકાસ માટે સતત કાર્યરત રહ્યા હતા.

Discussion

More

Suggest a correction or report