Research indexJournal article
નવસર જલલન કળ સમજન કહવત : જવન અન અનભવન આલખ
Patel
Towards Excellence30 Jun 2026Open access
નવસર જલલન કળ સમજન કહવત : જવન અન અનભવન આલખ
Patel · Towards Excellence · 2026
Free to read at the publisher
You can read the abstract here, or the full text at the publisher.
Abstract
ગુજરાતી સાહિત્યનાં મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષી લોકસાહિત્ય વિશે નોંધે છે કે, “લોકસાહિત્ય એટલે લોકજીભે રમતું, લોકકંઠે જીવાતું સાહિત્ય.” આ રીતે જોતાં લોકસાહિત્ય લોકોનું સાહિત્ય છે. તેની ખાસિયત એ છે કે તે બોલીમાં રચાયેલું હોય છે. જેનો કોઈ ચોક્કસ કર્તા નથી. એ સમૂહનું સર્જન છે જે પેઢી દર પેઢી લોકકંઠે આગળ વધતું રહ્યું છે. અહીં આ શોધપત્રમાં નવસારી જિલ્લાના કોળી સમાજની લોકબોલીમાં બોલાતી કહેવતો સંપાદિત કરી છે. ગામડાનાં લોકોને મળી લોકબોલીમાં રહેલું જ્ઞાન પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. કહેવતોમાં રહેલ માનવજીવનનાં અનુભવનો આલેખ આપવાનો ઉદ્દેશ છે. ગામડાનાં લોકોમાં રહેલું અનુભવનું ભાથું કેટલું સમૃદ્ધ છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.