NobleBlocks

Research indexJournal article

પસતકથ પરદ સધ... સનજગતન અસલ ચહર...

Buch

Towards Excellence30 Jun 2026Open access

NobleIDark:/48914/w1/20261105/E7221F1EDOI10.37867/te180226

Free to read at the publisher

You can read the abstract here, or the full text at the publisher.

Read at the publisher

Abstract

ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર તથા અભિનેતા વિઠ્ઠલ પંડ્યા દ્વારા લખાયેલી ઉત્તમ સંસ્મરણકથા એટલે 'અસલી નકલી ચહેરા' ફિલ્મ ઉદ્યોગના આંતરિક જગત તેની ઝાકઝમાળ અને તેની પાછળ છુપાયેલા અસલી નકલી ચહેરાઓ વિષે સંસ્મરણો આલેખ્યા છે. આ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે તેનો હિન્દી અનુવાદ પણ થયો. સાહિત્ય અને સિનેજગતને જોડતી ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સંસ્મરણકથા છે. માનવ સ્વભાવ અને સમાજના ધોરણો પર પ્રકાશ પાડતી આ સંસ્મરણકથા તરીકે પણ ગણાઈ છે. નવલકથાના કેન્દ્રમાં માણસનો ચહેરો માત્ર મુખવટો છે. તેની પાછળ છુપાયેલી અસલી-નકલી સ્વભાવની કડવી વાસ્તવિકતા રજૂ કરી છે. સમાજમાં પ્રતિષ્ઠિત દેખાતા લોકો અંદરથી કેટલા કપટી હોઈ શકે છે અને બહારથી સામાન્ય લાગતા લોકો દિલના સાફ હોય છે એ નવલકથાનો મુખ્ય વિષય છે. લોકોને પ્રથમ પાનાથી છેલ્લા પાનાં સુધી જકડી રાખતી આ નવલકથા ગુજરાતી ભાષાનું મૂલ્યવાન ઘરેણું છે. જેણે સિનેજગતની વાસ્તવિકતા રજૂ કરી છે.

Discussion

More

Suggest a correction or report